Criminal Justice Season 4: માધવ મિશ્રા બની પંકજ ત્રિપાઠી કરશે વાપસી, ક્રિમિનલ જસ્ટિસની 4 સીઝન થઈ અનાઉંસ

Criminal Justice Season 4: ક્રિમિનલ જસ્ટિસ ક્રાઈમ ડ્રામા વેબ સીરીઝ છે. જેની અત્યાર સુધીમાં ત્રણ સિઝન રિલીઝ થઈ ચૂકી છે. આ ત્રણેય સીઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. અને લોકો આ વેબ સિરીઝની ચોથી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ આતુરતાનો અંત આવી ગયો છે. 
 

Criminal Justice Season 4: માધવ મિશ્રા બની પંકજ ત્રિપાઠી કરશે વાપસી, ક્રિમિનલ જસ્ટિસની 4 સીઝન થઈ અનાઉંસ

Criminal Justice Season 4: પંકજ ત્રિપાઠીના ચાહકો માટે મોટી ખુશખબરી શેર કરવામાં આવી છે. ડિઝની પ્લસ હોટસ્ટારની સફળ વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસની ચોથી સીઝનની જાહેરાત કરી દેવામાં આવી છે. ક્રિમિનલ જસ્ટિસ ક્રાઈમ ડ્રામા વેબ સીરીઝ છે. જેની અત્યાર સુધીમાં ત્રણ સિઝન રિલીઝ થઈ ચૂકી છે. આ ત્રણેય સીઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. અને લોકો આ વેબ સિરીઝની ચોથી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ આતુરતાનો અંત આવી ગયો છે. 

ક્રિમિનલ જસ્ટિસની ચોથી સીઝનમાં પણ પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં હશે. એટલે કે ફરી એક વખત પંકજ ત્રિપાઠી વકીલ માધવ મિશ્રા તરીકે જોવા મળશે. ડિઝની પ્લસ હોટસ્ટારના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પેજ પરથી એક પોસ્ટ શેર કરીને આ સીઝન અંગે કન્ફર્મ કરવામાં આવ્યું છે. 

ક્રિમિનલ જસ્ટિસની ચોથી સીઝનનું અનાઉન્સમેન્ટ થતાં એક્ટર પંકજ ત્રિપાઠીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું હતું કે માધવ મિશ્રાનું પાત્ર તેને મળતું આવે છે. આ વેબ સીરીઝની નવી સિઝનની ઘોષણા થઈ છે તેનાથી તે પણ ઉત્સાહિત છે. તેણે કહ્યું હતું કે અપેક્ષા એ વાતની છે કે દર્શકો પહેલાની ત્રણ સિઝનની જેમ આ સીઝનને પણ પ્રેમ આપશે. 

મહત્વનું છે કે ક્રિમિનલ જિસ્ટીસ વેબ સિરીઝની શરૂઆત 2018માં થઈ હતી. ત્યાર પછી 2020 માં તેની બીજી સીઝન આવી અને 2022 માં ક્રિમિનલ જસ્ટિસની ત્રીજી સિઝન આવી હતી. પંકજ ત્રિપાઠીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે પંકજ ત્રિપાઠી મર્ડર મુબારક માં જોવા મળ્યા હતા અને હવે તે મિરઝાપુર 3 અને ક્રિમિનલ જસ્ટિસ સિઝન 4 માં જોવા મળશે. જોકે આ બંને વેબ સીરીઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news