Laapataa Ladies: દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ

Laapataa Ladies:લાપતા લેડીઝ એક સુંદર ફિલ્મ છે જે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ લાપતા લેડીઝ હવે ઓટીટી પર જોવા મળશે. લાપતા લેડીઝ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ કરી દેવામાં આવી છે.

Laapataa Ladies: દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ

Laapataa Ladies:આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવે ધોબીઘાટ ફિલ્મ પછી ડાયરેક્શનમાં ફરીથી વાપસી કરી છે. કિરણ રાવની ડાયરેક્શનમાં વાપસી લાપતા લેડીઝ ફિલ્મ સાથે થઈ છે. લાપતા લેડીઝ એક સુંદર ફિલ્મ છે જે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ લાપતા લેડીઝ હવે ઓટીટી પર જોવા મળશે. લાપતા લેડીઝ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ કરી દેવામાં આવી છે.

લાપતા લેડીઝ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ દ્વારા જ આ ફિલ્મ અંગે જાણકારી શેર કરવામાં આવી છે. આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરતા નેટફ્લિક્સે લખ્યું છે કે, તાજા ખબર, લાપતા લેડીઝ ફિલ્મ મળી ચૂકી છે, 25 એપ્રિલથી નેટફિક્સ પર.. લાપતા લેડીઝ ફિલ્મ 25 એપ્રિલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી દેવામાં આવી છે. 

લાપતા લેડીઝની કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં નીતાંશી ગોયલ, પ્રતિમા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન કિરણ રાવ એ કર્યું છે અને પ્રોડક્શન આમિર ખાનનું છે. 

લાપતા લેડીઝ ફિલ્મ બોક્સ ઓફિસ પર 49 દિવસથી વધારે ચાલી હતી. આ ફિલ્મને સારા રિવ્યુ પણ મળ્યા હતા. ફિલ્મી સ્ટોરી દુલ્હનની અદલાબદલી પર છે. રેલવે સ્ટેશન પર ઘુંઘટના કારણે દુલ્હન બદલી જાય છે. ત્યાર પછી મજેદાર ફિલ્મ શરૂ થાય છે. આ ફિલ્મની બોક્સ ઓફિસ કમાણી 17 કરોડ રૂપિયાની હતી. આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 23 કરોડથી વધુનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news