પરિણીતિ અને રાઘવ ચઢ્ઢા વચ્ચે જાહેરમાં થઈ મગજમારી! સોશિયલ મીડિયા પર વાયુવેગે વીડિયો વાયરલ

શું સાચે જ લગ્ન બાદ તુરંત જ પરિણીતિ અને રાઘવ વચ્ચે થઈ ગયો હતો ઝઘડો? અચાનક કેમ બન્નેના પરિવારોએ થવું પડ્યું હતું એક જગ્યાએ ભેગા?

પરિણીતિ અને રાઘવ ચઢ્ઢા વચ્ચે જાહેરમાં થઈ મગજમારી! સોશિયલ મીડિયા પર વાયુવેગે વીડિયો વાયરલ

મુંબઈઃ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની કજિન અને બોલીવુડ સ્ટાર પરિણીતિ ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢાનો એક વીડિયા હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બન્ને વચ્ચે પહેલાં વિવિધ સ્પર્ધાઓ થાય છે. ત્યાર બાદ પરિણીતિ બધાની હાજરીમાં રાઘવને ખખડાવતી જોવા મળે છે. બન્ને વચ્ચે તુતુ મૈંમૈં નો વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ બન્નેના ધામધૂમથી લગ્ન થયા છે.

ઉલ્લેખનીય છેકે, રાજસ્થાનના ઉદયપુર ખાતે 24 સપ્ટેમ્બરના રોજના રોજ ધામધૂમથી પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન થયા હતા. લગ્નના એક મહિના બાદ બન્નેના કેટલાંક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. ધીરે ધીરે પરિણીતિ લગ્નના અને સેરેમનીના એક પછી એક ફોટો અને વીડિયો શેર કરી છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢા હવે લોકો સાથે લગ્નની પાર્ટીના ફની ફૂટેજ શેર કરી રહ્યા છે. પરિણીતીએ ક્લિપ શેર કરી અને લખ્યું, લગ્ન માટે નવી વિધિઓ શરૂ કરી રહ્યાં છીએ...અમારા પરિવારો સાથે અમારા પ્રેમની ઉજવણી કરી રહ્યાં છીએ ચોપરા vs ચઢ્ઢા.
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

 

વીડિયોમાં એવું તો શું છે?
ચોપરા વર્સિસ ચઢ્ઢા આ બન્ને પરિવારો વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. ખાસ કરીને બન્ને પરિવારો વચ્ચે ક્રિકેટ મેચ યોજાય છે. આ વીડિયોની શરુઆત ટોસથી શરૂ થાય છે. ત્યારબાદ બંને પરિવારો વોર્મ અપ કરતા દેખાય છે. વીડિયોમાં હરભજન સિંહ પણ દેખાઈ રહ્યો છે. પરિણીતી પૂર્વ ક્રિકેટર હરભજનને શીખવે છે કે, તમારે દરેક બોલ પર સિક્સર મારવી પડશે. રસપ્રદ વાત એ હતી કે ભજ્જી રાઘવની ટીમમાં હતો. 

બીજી કઈ કઈ રમતો રમાય છે?
ક્રિકેટ બાદ ચોપરા અને ચઢ્ઢા પરિવાર વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાઈ. જેમાં ખાસ કરીને મ્યુઝિકલ ચેર, લેમન રેસ, ફની ફેશન સહિતના ફની ફૂટેજ બતાવવામાં આવે છે. અસલ જાણે હમ આપકે હૈ કોનનો સેટ ફરી લાગ્યો હોય એવા દ્રશ્યો સર્જાયા હતાં. જોકે, આ મેચમાં વચ્ચે ચડ્ઢા ચીટરોના નારા પણ લાગ્યા.

કોણ જીત્યું મેચ?
વીડિયોમાં રાઘવ-પરિણિતી પણ ગેમ દરમિયાન કોઈ વાત પર દલીલ કરતા જોવા મળ્યા હતા. જે મેચને લઇને જોય છે અંતે પરિણીતીની માતાએ વિનિંગ શોટ માર્યો અને પરિણીતીનો પરિવાર મેચ જીતી ગયો. પરિણીતી પણ તેની સાસુને ગળે લગાવતી જોવા મળી હતી. આ વીડિયો પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.  આખા વીડિયોમાં લોકોએ ગેમમાં રાઘવના ડિબેટ સીનનો આનંદ ઉઠાવ્યો હતો. એક યુઝર લખે છે કે, ઝઘડાએ બધાનું ધ્યાન ખેંચી લીધું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news