વેક્સીન બાદ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક? Shreyas Talpade એ કર્યો ચોંકાવનારો દાવો

Shreyas Talpade heart attack: ખૂબ દુર્ભાગ્યપૂર્ણ અને ડરામણું છે કારણ કે આપણે ખરેખર જાણતા નથી કે આપણે શરીરની અંદર શું લીધું છે.  આપણે કંપની પર વિશ્વાસ કર્યો, પ્રવાહ સાથે ચાલ્યા. મે કોવિડ પહેલાં આવી ઘટનાઓ વિશે ક્યારેય સાંભળ્યું નથી. 

વેક્સીન બાદ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક? Shreyas Talpade એ કર્યો ચોંકાવનારો દાવો

Shreyas Talpade: અભિનેતા શ્રેયસ તળપદે (Shreyas Talpade) આગામી દિવસોમાં કોમેડી ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ' માં જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતાને ગત વર્ષે હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ હવે બિલકુલ ઠીક છે. જોકે હવે અભિનેતાને આશ્વર્ય થયું કે શું કોઇપણ રીતે કોવિડ વેક્સીન સાથે કોઇ સંબંધ છે. 47 વર્ષીય અભિનેતાએ પોતાના મૃત્યુંના નજીકન અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે તુલનાત્મક રૂપથી યુવા વસ્તીમાં મહામારી બાદ આવી જ ઘટનાઓ સામે છે. 

શ્રેયસ તળપદે (Shreyas Talpade) એ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે 'મેં મારી જાતને ડરાવી દીધી. તે કમનસીબ, અનપેક્ષિત હતું. મને વિશ્વાસ હતો કે હું મારા આહાર, વ્યાયામ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખું છું. સ્વાભાવિક રીતે રસી વિશે પણ સિદ્ધાંતો છે... અમે એવા લોકો વિશે સાંભળીએ છીએ જેઓ બહાર કામ કરે છે અથવા રમતા હોય છે અને કંઈક થાય છે, અથવા એવી વ્યક્તિ જે પોતાની સંભાળ રાખે છે અને કંઈક થાય છે.' તેમણે એવી ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જ્યાં તેમના 30 અને 40 ના દાયકાના લોકોને હૃદય સંબંધિત બિમારીઓ હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત અનેક લોકોના અચાનક મોત થયા છે.

એસ્ટ્રાજેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી 2020 માં કોરોના વાયરસના પ્રકોપ બાદ AZD1222 વેક્સીન વિકસિત કરી હતી. ભારત અને અન્ય નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં તેને સીરમ ઇંસટીટ્યૂટ દ્વારા 'કોવિશિલ્ડ' નામથી બનાવી અને આપી હતી. શ્રેયસ તળપદે (Shreyas Talpade) એ લેહરે રેટ્રોને કાર્ડિયાક અરેસ્ટ સમયે તેની સામાન્ય તબિયત વિશે જણાવ્યું, 'હું ધૂમ્રપાન કરતો નથી, હું નિયમિત દારૂ પીતો નથી. હું કદાચ મહિનામાં એકવાર અને મર્યાદામાં પીઉં છું.

શ્રેયસ તળપદે (Shreyas Talpade) એ આગળ ઉમેર્યું કે મારું કોલેસ્ટ્રોલ થોડું વધી ગયું હતું, જે મને જણાવવામાં આવ્યું હાલમાં સામાન્ય છે. હું તેના માટે દવા લઇ રહ્યો છું અને તેમાં ખૂબ ઘટાદો આવ્યો હતો. તો જો મારી પાસે અન્ય કારણોમાંથી કોઇપણ નથી, મને ડાયાબિટીસ નથી, કોઇ બ્લડપ્રેશર નથી, તો આનુ કારણ શું હોઇ શકે છે? આપણે શક્ય હોય એટલા સાવધાન રહીએ. 

'પૂછવામાં આવ્યું કે શું તેને લાગે છે કે તે રસીની આડઅસરો સાથે સંબંધિત હોઈ શકે છે, શ્રેયસે કહ્યું, 'હું આ સિદ્ધાંતને નકારવા માંગતો નથી. કોવિડની રસી પછી જ મને થોડો થાક લાગવા લાગ્યો છે. આમાં થોડું સત્ય હોવું જોઈએ અને આપણે સિદ્ધાંતને નકારી શકીએ નહીં. તે કોવિડ અથવા રસી હોઈ શકે છે, મને ખબર નથી કે બંનેમાંથી કયું શું છે, પરંતુ આ (મારી સ્થિતિ સાથે) જોડાયેલું છે. 

શ્રેયસ તળપદે (Shreyas Talpade) અહીં જ અટક્યા નહી અને આગળ બોલ્યા ખૂબ દુર્ભાગ્યપૂર્ણ અને ડરામણું છે કારણ કે આપણે ખરેખર જાણતા નથી કે આપણે શરીરની અંદર શું લીધું છે.  આપણે કંપની પર વિશ્વાસ કર્યો, પ્રવાહ સાથે ચાલ્યા. મે કોવિડ પહેલાં આવી ઘટનાઓ વિશે ક્યારેય સાંભળ્યું નથી. શ્રેયસે કહ્યું તે વેક્સીન વિશે વધુ જાણવા માંગે છે અને તેનો મનુષ્યો પર કેવો પ્રભાવ પડ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news