10 દિવસમાં ત્રીજીવાર ઘટ્યા સિંગતેલના ભાવ, આજે 20 રૂપિયાનો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

Groundnut Oil prices Decrease : સિંગતેલના ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો... ડબ્બે ફરી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો.... એક સપ્તાહમાં સિંગતેલનો ભાવ 340 રૂપિયા ઘટ્યો.. જ્યારે હજુ પણ ભાવ ઘટવાની શક્યતા..
 

10 દિવસમાં ત્રીજીવાર ઘટ્યા સિંગતેલના ભાવ, આજે 20 રૂપિયાનો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

Groundnut Oil Prices : તહેવારો પહેલા છૂટક મોંઘવારીમાં મોટો ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં 6.83 ટકાથી ઘટીને 5 ટકા પર આવી છે. સપ્ટેમ્બરની છૂટક મોંઘવારી RBIની ટોલેરન્સ લિમિટમાં આવી છે. આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, સિંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સિંગતેલના ડબ્બે ફરી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આમ, એક સપ્તાહમાં સિંગતેલનો ભાવ 340 રૂપિયા ઘટ્યો છે. જ્યારે આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે. 

ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફળ્યો છે. ઓક્ટોબર મહિનો હજી અડધો પણ પૂરો થયો નથી ત્યાં ત્રીજીવાર સિંગતેલના ભાવ ઘટાડવામાં આવ્યા છે. સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, સિંગતેલના એક ડબ્બામાં રૂપિયા 20નો ઘટાડો થતાં હવે ડબ્બો 2910 રૂપિયામાં મળશે. સિંગતેલમાં ડબ્બાએ રૂ. 20નો ઘટાડો નોંધાયો છે. એક સપ્તાહમાં રૂ.340નો ઘટાડો થયો છે. 

  • 3 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો
  • 10 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો
  • 13 ઓક્ટોબર - 20 રૂપિયાનો ઘટાડો 

સંગ્રહ ખોરોએ જુનો જથ્થો વેચવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો 3000 ની પાર પહોંચ્યો હતો. પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ, ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

સિંગતેલના ભાવ ઘટવાનું એક કારણ એ પણ છે કે, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી મગફળીનું ઓછું ઉત્પાદન થયું છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાએ પહોંચી ગયો હતો. ખેડૂતોને મગફળીનો ભાવ મણનો 1200 થી 1400 જ મળે છે. ઓછા ભાવ મળતા હોવાનો ખેડૂતોએ દેકારો મચાવ્યો હતો. પ્રતિ મણ ખેડૂતોને 150 થી 200 ઓછા ભાવ મળે છે. લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. નવી સિઝનની મગફળી આવતા ખેડૂતોને પ્રતિ મણ 1700 રૂપિયા ભાવ મળ્યો હતો. આવક વધતા ખેડૂતોને ઓછા ભાવ મળ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news