જોરદાર ફાયદો આપે છે આ સરકારી સ્કીમ, માત્ર 7 રૂપિયા રોજ બચાવો અને 5000નું પેન્શન મેળવો

આર્થિક સુરક્ષા

દરેકની ઈચ્છા વૃદ્ધાવસ્થા મુશ્કેલી વગર પસાર કરવાની હોય છે. તે માટે આર્થિક મજબૂતી જરૂરી છે. જેથી બીજા પર નિર્ભર ન રહેવું પડે.

નિવૃત્તિ પ્લાન

તે માટે નિવૃત્તિ પ્લાન બનાવવા જરૂરી છે. કેન્દ્ર સરકાર તરફથી પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે.

અટલ પેન્શન યોજના

આ યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે. તમે તમે રોકાણ કરી ખુદનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

કયારે મળશે પેન્શન

18થી 40 વર્ષના ભારતીય અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળવા લાગશે.

રોકાણની રકમ

તેમાં 1 હજાર રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળવાની જોગવાઈ છે. આ રકમ રોકાણ પ્રમાણે નક્કી થાય છે.

જલ્દી કરો રોકાણ

આ યોજનામાં જેટલું જલ્દી રોકાણ કરશો એટલું ઓછું પ્રીમિયમ આવશે. 18 વર્ષે શરૂ કરો તો મહિને 42 રૂપિયા જમા કરવાના રહેશે અને 60 વર્ષ બાદ 1 હજાર રૂપિયા પેન્શન મળશે.

7 રૂપિયાની દરરોજ બચત કરો

તો 18 વર્ષની ઉંમરમાં 210 રૂપિયા જમા કરવા પર 60 વર્ષ બાદ દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળશે.

જો 40 વર્ષની ઉંમરે શરૂ કરો તો 1000 પેન્શન માટે મહિને 291 રૂપિયા અને 5000 પેન્શન માટે 1464 રૂપિયાનું રોકાણ કરવું પડશે.