640 કરોડનું ઘર, 451 કરોડનો હાર...જાણો નીતા અંબાણીએ કોને આપી આટલી મોંઘી ભેટ?

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના સંતાનોને ખાસ અવસરે પોતાના તરફથી સ્પેશિયલ ગિફ્ટ્સ આપતા હોય છે.

નીતા અંબાણી

નીતા અંબાણી, બિઝનેસ ઉપરાંત પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ, ફિટનેસ, સુંદરતા અને પરિવારને એક તાંતણે બાંધી રાખવા માટે જાણીતા છે.

પ્રી વેડિંગ

અનંત અને રાધિકા મર્ચન્ટ માટે મુકેશ અને નીતા અંબાણીએ જામનગરમાં શાનદાર પ્રી વેડિંગ ફંક્શન આયોજ્યું હતું. બંનેના લગ્નની તમામ તૈયારીઓ પણ નીતા અંબાણી પોતે જ ધ્યાન રાખે છે.

બાળકોને ભેટ

નીતા અંબાણી બાળકોને એકથી એક ચડિયાતી ગિફ્ટ આપે છે. નીતા અંબાણીએ પુત્રોથી લઈને પુત્રવધુઓને કરોડો રૂપિયાની ગિફ્ટ આપી છે જે બાદમાં ચર્ચાનું કારણ બની.

શ્લોકાને ભેટ

નીતા અંબાણીએ પુત્રવધુ શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોઘો નેકલેસ ગિફ્ટમાં આપ્યો. આ કિંમતી હાર 451 કરોડ રૂપિયામાં પડ્યો. આ હારમાં 91 હીરા જડેલા છે.

કિંમતી હાર

નેકલેસમાં લાગેલા હીરા ઘસવામાં અને પોલીશ કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેને L'Incomparable કહેવાય છે.

આકાશને ભેટ

નીતા અંબાણીએ મોટા પુત્ર આકાશ અંબાણીને સૌથી મોંઘી ગિફ્ટ આપી છે. નીતાએ આકાશ અંબાણીને આઈપીએલની સૌથી મોંઘી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ખરીદીને ગિફ્ટ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સની વેલ્યૂ 9968 કરોડ છે.

અનંત અંબાણી

નાના પુત્ર માટે મુકેશ અને નીતા અંબાણીએ દુબઈમાં 640 કરોડનો વીલા ખરીદ્યો અને અનંત અંબાણીને ભેટ આપ્યો.

રાધિકા મર્ચન્ટને ભેટ

નીતા અંબાણીએ નાની વહુ રાધિકા મર્ચન્ટને ખુબ જ કિંમતી ડાયમંડ ચોકર અને Bentle Continental GTC Speed ગિફ્ટ કરી છે. જેની કિંમત 450 કરોડ રૂપિયા છે.