AC ચાલુ રાખી ગાડી લઈને ઊભા રહેવાની આદત હોય તો બધુ છોડીને પહેલાં આ વાત જાણી લેજો!

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કારમાં એસી ચાલુ રાખવાથી માઈલેજ પર કેટલી અસર થાય છે. અને ગાડી ન ચલાવો તો કેટલા પેટ્રોલનો વપરાશ થાય છે. આવું બહુ ઓછું હોય છે કે તમે કાર ચલાવો અને એસી ના ચાલુ હોય. આજકાલ દરેક વ્યક્તિ એસી ઓન કરીને જ ગાડી ચલાવે છે.

AC ચાલુ રાખી ગાડી લઈને ઊભા રહેવાની આદત હોય તો બધુ છોડીને પહેલાં આ વાત જાણી લેજો!

નવી દિલ્લી: ઘણાં લોકોને ગાડીમાં એસી ચાલુ રાખીને એક યા બીજી જગ્યાએ ઉભા રહેવાની આદત હોય છે. શું તમને પણ આવી આદત છે? જો તમને એસી ચાલુ રાખીને ગાડી લઈને ઊભા રહેવાની આદત હોય તો બીજું બધુ કામ છોડીને સૌથી પહેલાં આ આર્ટિકલ વાંચી લેજો નહીં તો તમને પસ્તાવાનો વારો આવશે. કારનું AC પણ પેટ્રોલ અને ડીઝલના કારણે જ ચાલે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કારમાં એસી ચાલુ રાખવાથી માઈલેજ પર કેટલી અસર થાય છે. અને ગાડી ન ચલાવો તો કેટલા પેટ્રોલનો વપરાશ થાય છે. આવું બહુ ઓછું હોય છે કે તમે કાર ચલાવો અને એસી ના ચાલુ હોય. આજકાલ દરેક વ્યક્તિ એસી ઓન કરીને જ ગાડી ચલાવે છે. જોકે, તમને પણ આવી આદત હોય તો એનાથી મોટું નુકસાન થઈ શકે છે.

બની શકે કે ભાગ્યે જ કોઈક આવું કરતું હોય. પરંતુ શું તમે જાણો છો કે તેનું ફ્યૂઅલ કંઝમ્પશન પર શું અસર થાય છે. જ્યારે પણ તમે એસી ઓન કરીને ગાડી ચલાવો છો તેનાથી કારની માઈલેજ પર શું અસર થાય છે. પરંતુ અનેક લોકોનો સવાલ છે કે જો ગાડી ચલાવો નહીં અને એસી ઓન રાખીશું તો કારનું કેટલું ઈંધણ વપરાય છે.

કેવી રીતે ચાલે છે કારનું એસી:
જો કારના એસીની વાત કરીએ તો કારનું એસી જ્યારે ઓન હોય છે તો તે અલ્ટરનેટરથી મળનારી એનર્જીનો પ્રયોગ કરે છે. અને તે એનર્જી એન્જિન દ્વારા મળે છે. એન્જિન, ફ્યૂઅલ ટેન્કથી ફ્યૂઅલનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યાં સુધી કાર સ્ટાર્ટ થતી નથી ત્યાં સુધી એસી પણ ઓન થતું નથી. કેમ કે એસી કમ્પ્રેસર સાથે જોડાયેલ બેલ્ટ ત્યારે જ ફરશે જ્યારે એન્જિન સ્ટાર્ટ થશે. તેનાથી જ એસીની બેટરી ચાર્જ થાય છે. પછી સામાન્ય એસીની જેમ જ તે કામ કરે છે.

કારની માઈલેજ પર કેટલી અસર થાય છે:
કારમાં એસીના ઉપયોગથી માઈલેજ પર લગભગ 5થી 7 ટકાનો ફરક પડે છે. અનેક રિપોર્ટ્સમાં માનવામાં આવે છે કે એસીની માઈલેજ પર વધારે  અસર પડતી નથી. જોકે જ્યારે કારમાં એસી ચલાવો છો તો તેના કારણે ગાડી પર અસર પડે છે. જેમ કે જો હાઈવે પર ભારે સ્પીડમાં કાર ચલાવો છો અને બારી ખોલીને ચલાવો છો તેની અસર ગાડીની સ્પીડ પર પડે છે. તેનાથી ફ્યૂઅલ ખર્ચ પર વધારે અસર પડે છે. આથી જ્યારે હાઈવે પર એસીની સાથે ગાડી ચલાવીએ તો તેની માઈલેજ પર વધારે અસર નહીં થાય. જોકે સામાન્ય સ્થિતિમાં એસીની સાથે ગાડી ચલાવો છો તો 5થી 7 ટકા સુધી માઈલેજ પર અસર થાય છે. જો આવું નથી તો તમારે વારંવાર એસી ચાલુ કે બંધ કરવાની જરૂર પડશે.

બંધ કારમાં એસી ચલાવશો તો શું થશે:
અલગ-અલગ રિપોર્ટ્સનું માનીએ તો જો 1000 સીસીના એન્જિનને જો ઓન રાખીશું તો એક કલાકમાં લગભગ 0.6 લીટર પેટ્રોલનો ખર્ચ થાય છે. જો એસી ચલાવીને ગાડીને ઓન રાખીશું તો ફ્યૂઅલનો ખર્ચ લગભગ બેગણો થઈ જાય છે. આ સ્થિતિમાં એક કલાકના પેટ્રોલનો ખર્ચ 1.2 લીટર સુધી થઈ શકે છે. તે કારના એન્જિન પર અસર કરે છે. જોકે કારના એન્જિન પર નિર્ભર કરે છે કે આખરે કારમાં એસી ચલાવવાથી શું થાય છે. જો સામાન્ય હેચબેક કારની વાત કરીશું તો આ ખર્ચ 1 લીટરથી 1.2 લીટર સુધી થઈ શકે છે. જોકે ધ્યાન રાખો ગાડીની સ્થિતિ, એન્જિન, એસીની સ્થિતિ પણ તેમાં મહત્વનું કારણ બને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news