કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ

How To Increase Car Mileage: કારની માઈલેજ ઓછી થવાનું એક મોટું કારણ કારચાલકની બેદરકારી પણ હોય છે. ડ્રાઇવિંગ કરતી વખતે, ઘણી વખત કારચાલક કેટલીક ભૂલો કરે છે, જે કારની માઇલેજને અસર કરે છે.

કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ

How To Increase Car Mileage: કારની માઈલેજ ઓછી થવાનું એક મોટું કારણ કારચાલકની બેદરકારી પણ હોય છે. ડ્રાઇવિંગ કરતી વખતે, ઘણી વખત કારચાલક કેટલીક ભૂલો કરે છે, જે કારની માઇલેજને અસર કરે છે અને કાર વધુ ઇંધણનો વપરાશ કરવા લાગે છે.  કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારી કારની માઈલેજ જાળવીને ઈંધણનો વપરાશ ઘટાડી શકો છો.. આ માટે કેટલીક ભૂલોને ટાળવી જરૂરી છે.

આ પણ વાંચો:

પાવર મોડ
બને ત્યાં સુધી શહેરોના રસ્તા પર કારને પાવર મોડમાં ચલાવવાનું ટાળો. કેમ કે તનાથી કારની માઇલેજ ઘટે છે. ઇકોનોમી મોડમાં કાર ચલાવીને તમે કારના એન્જિન પર બિનજરૂરી દબાણ આવતું રોકી શકો છો તેમજ કારની માઇલેજ પણ વધારી શકો છો. 

વારંવાર ગિયર બદલવા
કાર ચલાવતી વખતે જો તમે વારંવાર અને બિનજરૂરી રીતે ગિયર બદલો છો અથવા ઓછી સ્પીડમાં ટોપ ગિયર પર ડ્રાઈવ કરો છો તો તેની અસર કારની માઈલેજ પર પડે છે અને એન્જિન વધુ માત્રામાં ઈંધણનો વપરાશ કરે છે. આ સ્થિતિને ટાળવા માટે તમારે જરૂર પડે ત્યારે જ ગિયર બદલવા જોઈએ. કાર એક જ સ્પીડમાં જતી હોય તો એક જ ગિયરમાં વધુ સમય કાર ચલાવવામાં વાંધો નથી.

ઓવરલોડિંગ
કારમાં ક્ષમતા કરતા વધુ લોકોને  બેસાડીને ઓવરલોડ ન કરશો. આમ કરવાથી એન્જિન પર ઘણું દબાણ આવે છે. એન્જિન તેની સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવા માટે વધુ ઇંધણ વાપરે છે, તેના પરિણામે માઇલેજ ઘટી જાય છે. કારમાં હંમેશા ક્ષમતા મુજબ જ વજન હોવું જોઈએ.

હેવી બ્રેકિંગ
કારમાં હેવી બ્રેક લગાવવાથી એન્જિન પર દબાણ લાવે છે, જેના કારણે એન્જિન વધારે ગરમ થઈ જાય છે, વારંવાર આમ કરવાથી કારની માઈલેજ પર અસર પડે છે અને કાર ઈંધણનો વધુ વપરાશ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news