ચોકલેટી બોય કાર્તિક આર્યન પાછળ આ હસીનાઓ છે પાગલ, જાણો લિસ્ટમાં કોના કોના છે નામ સામેલ

Kartik Aaryan Actress: 'ભુલ ભુલૈયા 2' થી ધમલ મચાવ્યા બાદ હવે કાર્તિક આર્યન ફરી એકવાર લોકોના દિલ પર કબજો જમાવવા માટે આવી રહ્યો છે. તેમણે તાજેતરમાં જ પોતાની નવી ફિલ્મની જાહેરાત્ક અરી છે અને તે ફિલ્મનું નામ છે 'આશિકી 3' જેમાં કાર્તિક લીડ રોલ ભજવતા જોવા મળશે. પરંતુ કાર્તિક આર્યન સાથે આ ફિલ્મમાં કઇ-કઇ હિરોઇનો જોવા મળશે. તે જાણવા માટે ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે. આ દરમિયાન કેટલીક હસીનાઓના નામ સામે આવી રહ્યા છે. 

1/6
image

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનું નામ પણ 'આશિકી 3' માટે સામે આવી રહ્યું છે. સમાચારનું માનીએ તો મેકર્સ ઇચ્છે છે કે રશ્મિકા 'આશિકી 3' નો ભાગ બને. જોકે અભિનેત્રી અને મેકર્સ વચ્ચે હજુ સુધી ફાઇનલ થયું નથી.

2/6
image

'આશિકી 3' માં લીડ અભિનેત્રી તરીકે જાહ્નવી કપૂરનું નામ પણ સામે આવી રહ્યું છે. કાર્તિક અને જાહ્નવીએ અત્યાર સુધી કોઇ ફિલ્મ સાથે કરી નથી, એવામાં ફેન્સ બંનેને સાથે જોવા માંગે છે. 

3/6
image

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની રિલેશનશિપ ખૂબ ચર્ચામાં છે. જોકે બંનેનું હવે બ્રેકઅપ થઇ ગયું છે. પરંતુ ફેન્સ કાર્તિક-સારાની જોડીને 'આશિકી 3' માં એકસાથે જોવા માંગે છે. એવામાં જોવાનું એ રહેશે કે ફિલ્મમાં સારા અલી ખાન જોવા મળે છે કે નહી. 

4/6
image

કાર્તિક આર્યનની હીરોઇન બનવા માટે દિશા પટણી પર ઉતાવળી છે. રિપોર્ટ્સ અનુસાર મેકર્સ દિશાને 'આશિકી 3' માં લીડ રોલ માટે એપ્રોચ કર્યો છે. જોકે અત્યાર સુધી દિશાને ફિલ્મને લઇને હામી ભરી નથી.

5/6
image

'આશિકી 3' માં લીડ અભિનેત્રી તરીકે જેનિફર વિંગેટનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ જેનિફરના નામને લઇને અત્યાર સુધી મેકર્સ કોઇ પુષ્ટિ કરી નથી. પરંતુ જેનિફરનું નામ સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે.

6/6
image

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફિલ્મ 'આશિકી 2' માં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત રહી હતી. ફેન્સ આ ફિલ્મમાં પણ શ્રદ્ધા કપૂરને લીડ અભિનેત્રી તરીકે જોવા માંગતા હતા, પરંતુ એવું થયું નહી.