ભયંકર વાવાઝોડા અને ચકાચૌંધ રોશનીથી બદલાઇ ગયો આકાશનો રંગ, જુઓ PHOTOS

ઓરોરા બોરેલિસના કારણે ઉત્તન્ન થયેલા ભયંકર વાવાઝોડાના ચકાચૌંધ રોશની કારણે ઘણા દેશોમાં આકાશનો રંગ બદલાયેલો જોવા મળ્યો. ભૂ-ચુંબકીય વાવાઝોડાના કારણે થનાર એક પ્રાકૃતિક ઘટનાને ઓરોરા બોરેલિસ કહેવામાં આવે છે. તેમાં સૂર્યથી નિકળનાર સૌર જ્વાળાઓ અને કોરોનલ દ્વવ્યમાનના કારણે આકાશમાં ચમકદાર રોશની ઉત્પન્ન થાય છે. આ દરમિયાન વાવાઝોડું એટલું ફાસ્ટ છે કે સંચારને પણ બાધિત કરી શકે છે. 

ઓરોરા બોરેલિસ

1/5
image

જ્યારે કોરોનલ માસ ઇજેક્શનમાંથી ઊર્જાવાન કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સુધી પહોંચે છે, ત્યારે તેઓ આકાશમાં વિવિધ રંગીન પ્રકાશ ઉત્પન્ન કરવા વાતાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.

ઓરોરા બોરેલિસ

2/5
image

જો કે, ઓરોરા બોરેલીસ નરી આંખે જોઈ શકાતી નથી. પરંતુ રાત્રે આવી તસવીરો કેપ્ચર કરી શકાય છે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી.

ઓરોરા બોરેલિસ

3/5
image

સૌર ગતિવિધિઓમાં વધારો થવાને કારણે ઓરોરા પૃથ્વીની આસપાસ ફરે છે. તેને ઉત્તરીય લાઇટ્સ, ઓરોરા બોરેલિસ, સધર્ન લાઇટ્સ અથવા ઓરોરા ઑસ્ટ્રેલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઓરોરા બોરેલિસ

4/5
image

આ વખતે રશિયા, યુક્રેન, જર્મની, સ્લોવેનિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ઓરોરા બોરેલિસનો નજારો જોવા મળ્યો છે.

ઓરોરા બોરેલિસ

5/5
image

નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર અનુસાર છેલ્લી વખત પૃથ્વી પર આવું સૌર વાવાઝોડું ઓક્ટોબર 2003માં આવ્યું હતું.