પરીક્ષા વિના 68000 પગારવાળી નોકરી જોઇએ છે? તો ONGC માં તાત્કાલિક કરો અરજી, બસ કરવું પડશે આ કામ

Sarkari Naukri ONGC Recruitment 2024: સરકારી નોકરી અને તે પણ ONGCમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારી તક છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે 5 એપ્રિલ અથવા તે પહેલાં અરજી કરી શકો છો. એકવાર ONGCમાં નોકરી આવી તો તમારી એક પેઢી આખી તરી જશે, તમારે કોઈ ટેન્શન લવાની ક્યારેય જરૂર નહીં રહે..

પરીક્ષા વિના 68000 પગારવાળી નોકરી જોઇએ છે? તો ONGC માં તાત્કાલિક કરો અરજી, બસ કરવું પડશે આ કામ

ONGC Recruitment 2024: સરકારી નોકરીના ઈચ્છુક એમા પણ ONGCમાં નોકરી  (Sarkari Naukri) મેળવવાની ઇચ્છા ધરાવનાર ઉમેદવારો માટે એક સારી તક છે. તેના માટે રેડિયો ઓપરેટરના રૂપમાં સેવા આપવા માટે જૂનિયર કંસલ્ટેંટ અને એસોસિએટ કંસલ્ટેંટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર જઈને અરજી કરી શકો છો. ONGCમાં આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ નોકરીએ ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. 

કોણ હતા તે ક્રાંતિકારી જેમનો અસ્થિ કળશ પોતાના ખભા પર લાવ્યા હતા મોદી?
ઓએનજીસી (ONGC) ભરતીના માધ્યમથી ઘણા પદ પર જગ્યા ભરવામાં આવશે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે 5 એપ્રિલ અથવા તે પહેલાં અરજી કરી શકો છો. આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા તમારે આ બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ. ઓએનજીસીમાં નોકરી મળી તો તમારી 2 પેઢી તરી જશે. આ સરકારી નોકરીમાં તમને ફાયદો જ ફાયદો છે. જો તમારા નસીબ હશે તો આ તમને તક મળી રહી છે તેનો ફાયદો ઉઠાવો..

ઓએનજીસીમાં કોણ કરી શકે છે અરજી
ઓએનજીસી ભરતીમાં જે પણ આ પદ માટે અરજી કરી રહ્યા છે, તેમની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી યોગ્યતા હોવી જોઇએ. 

ONGCમાં ફોર્મ ભરવા માટે વય મર્યાદા
ઉમેદવાર જે પણ આ પદો માટે અરજી કરી રહ્યા છે, તેમની ઉંમર  05.04.2024 ના રોજ વધુમાં વધુ 64 વર્ષની હોવી જોઇએ. તેનાથી વધુ હશે તો અરજી કરવા યોગ્ય ગણવામાં આવશે નહી. 

ONGCમાં આ રીતે થશે પસંદગી
ONGC ચેન્નાઈમાં જુનિયર કન્સલ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ બે તબક્કાની પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પ્રથમ તબક્કામાં, ઉમેદવારોએ લાયકાત, અનુભવ અને વય મર્યાદા સહિત લાયકાતના માપદંડોને પૂર્ણ કરવાના રહેશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો પછી બીજા તબક્કામાં આગળ વધશે, જેમાં પસંદગી પેનલ દ્વારા વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

આ રીતે કરો અરજી
ONGC ચેન્નાઈમાં જુનિયર કન્સલ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ તેમની અરજીઓ નિયત ફોર્મેટમાં સબમિટ કરવાની રહેશે. અરજીઓ ઈમેલ દ્વારા rrochn@ongc.co.in પર મોકલી શકાય છે અથવા ઈન્ફોકોમ વિભાગ, 10મો માળ, CMDA ટાવર-I, ચેન્નાઈ ખાતે રૂબરૂમાં સબમિટ કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news