શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...

દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. આ સ્થિતિમાં મોટા ભાગે લોકો બચત અને પૈસાની આવક પર કેવી રીતે થાય તેના પર મુખ્ય ધ્યાન રાખતા હોય છે. ત્યારે શું તમે કોરોનાકાળમાં પણ લાખો રૂપિયા કમાવવા માગો છો. તો આ લેખ તમને ખુબ કામ આવી શકે છે.

શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. આ સ્થિતિમાં મોટા ભાગે લોકો બચત અને પૈસાની આવક પર કેવી રીતે થાય તેના પર મુખ્ય ધ્યાન રાખતા હોય છે. ત્યારે શું તમે કોરોનાકાળમાં પણ લાખો રૂપિયા કમાવવા માગો છો. તો આ લેખ તમને ખુબ કામ આવી શકે છે. આવો જાણીએ સમગ્ર માહિતી.દેશમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો, પરંતુ ખતરો સંપૂર્ણ રીતે ટળ્યો નથી. કોરોના મહામારીએ અર્થતંત્ર અને આજીવિકા પર ભારે અસર છોડી છે. જો કે તમે ઘરે બેઠા ઓનલાઈન કમાણી કરી શકો છો. મની ટીપ પર અમે તમને જણાવીશું કે ઘરની બહાર નીકળ્યા વગર તમે 5 લાખ રૂપિયા કેવી રીતે કમાવી શકાય છે. પૈસા કમાવવાની પ્રક્રિયામાં કોઈ યુક્તિ શામેલ નથી. તમારે ફક્ત પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે.

No description available.

આપણામાંથી અનેક લોકોને પ્રાચીન અને દુર્લભ સિક્કા, નોટ અને ચલણી નોટ એકત્રિત કરવાની ટેવ હોય છે. જો આ આદત તમને હોય તો તમે પણ લખપતી બની શકો છો. અને 5 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ માટે એક સરળ પ્રક્રિયા અનુસરવી પડશે. 5 લાખ રૂપિયા કમાવવા માટે તમારી પાસે બે રૂપિયાનો જૂનો સિક્કો હોવો જરૂરી છે. આ 2 રૂપિયાનો સિક્કો ભારતનો હોવો જરૂરી છે. આ સિક્કો 1994, 1995, 1997 અને 2000ની વર્ષનો હોવો જરૂરી છે. જો તમારા કલેક્શનમાં આ સિક્કો છે, તો તમે પણ 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

No description available.

આ માટે તમારે www.quikr.com નામના પોર્ટલની મુલાકાત લેવી પડશે. આ પોર્ટલ 2 રૂપિયાના જૂના સિક્કાને 5 લાખ રૂપિયામાં વેચે છે. આ માટે તમારે પ્રાચીન અથવા જૂના સિક્કાનો પર્ફેક્ટ, ક્લિયર ફોટો પાડવો પડશે અને તે ફોટાને વેબસાઈટમાં અપલોડ કરવો પડશે. તમારે સિક્કાની સમગ્ર માહિતી અને ડિસ્ક્રીપશન ઉમેરવું પડશે. આ સિવાય તમારે ઘરનું એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ સહિતની માહિતી આપવી પડશે. સમગ્ર માહિતી આપ્યા બાદ વેબસાઈટ તમારો મોબાઈલ નંબર વેરિફાઈ કરશે. વેરિફાઈ થયા બાદ તમારી પ્રોફાઈલ બની જશે. આ પ્રોફાઈલને ખરીદદારો વેબસાઈટ પર નિહાળી શકશે અને સંપર્ક પણ કરી શકશે. તમે વેબસાઈટ પર ખરીદદાર સાથે તોલમાપ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news