Phalodi Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ બદલાયા સટ્ટા બજારના ભાવ, ભાજપની બાજી બગડશે કે સુધરશે?

Phalodi Satta Bazar News: ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ ચોથા તબક્કામાં સરેરાશ 63.04 ટકા મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં મતદાન નોંધાયુ જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન થયું છે. ત્યારે ફલોદી સટ્ટા બજારના ભાવ ઉપર-નીચે થઇ થયા છે.  

Phalodi Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ બદલાયા સટ્ટા બજારના ભાવ, ભાજપની બાજી બગડશે કે સુધરશે?

Phalodi Satta Bazar prediction: દેશમાં ત્રીજી વાર મોદી સરકાર? અબકી બાર 400 પાર? ભાજપવાળા ભલે આ દાવો કરતા હોય પરંતુ ચૂંટણીના સટીક અનુમાન માટે ફેમસ બનેલા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજાર સાથે અડધાથી વધુ સહમત છે. ભાજપનો દાવો અને ફલોદી સટ્ટા બજારનું અનુમાન બેમાંથી કોણ સાચું સાબિત થશે. તેની ખબર 4 જૂને મત ગણતરીથી પડી જશે. 

દેશમાં લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાઇ રહી છે. દરેક તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાં ભાજપની સ્થિતિ સતત નબળી થતી જાય છે. અત્યાર સુધી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 300 સીટ પણ ભાજપ માટે સરળ નથી. 

જોકે દેશમાં લોકસભાની કુલ 543 સીટ છે. ચાર તબક્કામાં 379 સીટો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. અત્યાર સુધીના મતદાનના આધાર પર ફલોદી સટ્ટા બજારનું અનુમાન છે કે ભજપ 296-300 સીટો જીતી શકશે જ્યાર એનડીએને મળીને કુલ 329 થી 332 પહોંચી શકે છે. 

પહેલાં ભાજપને આપવામાં આવી રહી હતી 307 થી 310 સીટો
13 મેના રોજ યોજાયેલા ચોથા તબક્કાના મતદાન પહેલાં ફલોદી સટ્ટા બજાર સટોડિયા કોંગ્રેસને 58 થી 62 સીટો આપી રહ્યા છે. બીજા તબક્કાના મતદાન સુધી ફલોદીવાળા ભાજપને 307 થી 310 સીટો આપી રહ્યા હતા. પરંતુ ઘણી જગ્યાએ ઓછા મતદાને સત્તા વિરોધી લહેરના રૂપમાં જોવા મળી રહ્યું છે. એવામાં ફલોદી સટ્ટા બજાર 300થી ઓછી સીટોનું અનુમાન લાગી રહ્યું છે. 

રાજ્યોની મતદાનની ટકાવારી
આંધ્ર પ્રદેશ - 68.20 %  
બિહાર - 55.92 %  
જમ્મુ અને કાશ્મીર - 36.88% 
ઝારખંડ - 64.30%  
મધ્ય પ્રદેશ - 69.16%  
મહારાષ્ટ્ર - 52.93%  
ઓડિશા - 64.23%  
તેલંગણા - 61.59%  
ઉત્તર પ્રદેશ - 58.02%  
પશ્ચિમ બંગાળ - 76.02%

કયા રાજ્યની કેટલી બેઠકો પર મતદાન યોજાયું
ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25, બિહારની 5, ઝારખંડની 4, મધ્ય પ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઓડિશાની 4, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, પશ્વિમ બંગાળની 8, જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું.

ફલોદી સટ્ટા બજાર: ભાજપને ક્યાં કેટલી સીટોનું અનુમાન? 
ગુજરાતમાં ભાજપને 26 બેઠકો
મધ્યપ્રદેશમાં ભાજપને 27-28 બેઠકો
રાજસ્થાનમાં ભાજપને 18-20 બેઠકો
છત્તીસગઢમાં ભાજપને 10-11 બેઠકો
ઉત્તરાખંડમાં ભાજપને 5 બેઠકો
દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો
હરિયાણામાં ભાજપને 5-6 બેઠકો
ઉત્તર પ્રદેશમાં ભાજપને 64- 65 બેઠકો 
ઝારખંડમાં ભાજપને 10-11 બેઠકો 
તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો 
ઓડિશામાં ભાજપને 11-12 બેઠકો 
પંજાબમાં ભાજપને 2-3 બેઠકો 
તેલંગાણામાં ભાજપને 5-6 બેઠકો  
હિમાચલ પ્રદેશમાં ભાજપને 4 બેઠકો 
પશ્ચિમ બંગાળમાં ભાજપને 20-22 બેઠકો

ફલોદી માર્કેટના આંકડા ઘણી સાચા સાબિત થયા
ગત વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સટ્ટા માર્કેટનું અનુમાન વાસ્તવિક પરીણામોની નજીક હતું, જેમાં કોંગ્રેસ અને ભાજપને ક્રમશ: 137 અને 55 બેઠકો આપવામાં આવી હતી જ્યારે પરિણામોમાં કોંગ્રેસને 135 અને ભાજપને 66 બેઠકો મળી હતી. તેવી જ રીતે ફલોદી સટ્ટા બજારે પણ 2022માં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતની સચોટ આગાહી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news