દિગ્ગજ મહિલા સાંસદનું ભાજપમાંથી રાજીનામું, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ

Lok Sabha Elections 2024: હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં યોજાનારા મતદાનની વચ્ચે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કારણકે, ભાજપના દિગ્ગજ નેતા અને બબ્બે ટર્મથી સાંસદ એવા એક મહિલા નેતાએ રાજીનામું આપી દીધું છે. 

દિગ્ગજ મહિલા સાંસદનું ભાજપમાંથી રાજીનામું, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીઓના માહોલની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું છે. ભાજનને લોકસભા ચૂંટણી દરમિયાન એક મોટો ફટકો પડ્યો છે. બબ્બે ટર્મથી સાંસદ રહેલાં દિગ્ગજ મહિલા નેતાએ હાલ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં વાગ્યા પર મીઠું ભભરાવતા હોય તેમ ભાજપમાંથી રાજીનામું આપીને આ દિગ્ગજ મહિલા નેતા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 

અહીં વાત થઈ રહી છે બબ્બે ટર્મથી ભાજપના સાંસદ રહેલાં કૈલાશો સૈનીની. તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. જેને કારણે કોંગ્રેસને મોટો લાભ થયો છે. સૈની ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલું જ નહીં રાજીનામું આપતાની સાથે જ સૈનીએ ભાજપ પર ગંભીર આરોપો પણ મુક્યા છે. 
 

कुरुक्षेत्र की पूर्व सांसद कैलाशो सैनी भाजपा छोड़कर कांग्रेस में शामिल। नवीन जिंदल जमानत बचाने कि जुगाड़ करेंगे अब ! pic.twitter.com/X6SrHEvKdg

— Dr Monika Singh (@Dr_MonikaSingh_) May 12, 2024

 

ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપો-
ભાજપમાંથી રાજીનામું આપતાં અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તથા ચૌધરી ઉદયભાનની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા બાદ કૈલાશો સૈનીએ કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નક્કી છે. ભાજપ બંધારણને બદલવા માગે છે અને એટલા માટે જ હું પાર્ટી છોડી રહી છું.  ભાજપ દલિતો અને પછાતોનું અનામત છીનવી લેવા માગે છે. ભાજપ પાસે ચૂંટણી લડવા માટે ઉમેદવારો પણ નથી. 

કાર્યકરો પણ છે ભાજપથી નારાજ-
સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતી વખતે કૈલાશો સૈનીએ કહ્યું કે આ વખતે જનતા જ નહીં પણ ખુદ ભાજપના નેતા અને કાર્યકરો પણ મોદી સરકારથી સંતુષ્ટ નથી. કૈલાશો સૈની કુરુક્ષેત્રથી પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news