Crorepati Kangana Ranaut: 7 KG સોનું, 60 KG ચાંદી, લક્ઝરી કારો અને બંગલા, 12મું પાસ કંગના પાસે કેટલી સંપત્તિ

Kangana Ranaut Networth:  કંગનાએ સોગંધનામાં ચ્લ-અચલ સંપત્તિ સાથે લોનનો ખુલાસો પણ કર્યો છે. તેની પાસે 28,73,44,239 રૂપિયાની ચલ સંપત્તિ અને  62,92,87,000 રૂપિયા અચલ સંપત્તિ છે. 91 કરોડ રૂપિયાની સંપત્તિમાં કંગમ પાસે જ્વેલરી, કાર્સ અને પ્રોપર્ટી સામેલ છે. 

Crorepati Kangana Ranaut: 7 KG સોનું, 60 KG ચાંદી, લક્ઝરી કારો અને બંગલા, 12મું પાસ કંગના પાસે કેટલી સંપત્તિ

Loksabha Election 2024: બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત (Kangana Ranaut) એ મંગળવારે મંડી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. ચૂંટણીના સોગંધનામા અનુસાર કંગના રણૌત (Kangana Ranaut) પાસે કુલ 91 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે અને તેમની ઉપર 17 કરોડની લોન છે. લક્ઝરી કાર્સ અને સ્કૂટરની માલિક પોતાની માતા આશા રણૌત અને બહેન રંગોલી ચંદેલની સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી હતી. આ અવસર પર તેમણે પારંપારિક લીલા રંગની સાડી સાથે હિમાચલી ટોપી પહેરી હતી. કંગનાના ચૂંટણી સોગંધનામામાં પાંચ નાણાકીય વર્ષની આવક વિશે જાણકારી આપવામાં આવી છે. 

વર્ષ 2018-19: 12,09,78,840 રૂપિયા
વર્ષ 2019-20: 10,31,42,790 રૂપિયા
વર્ષ 2020-21: 11,95,39,890 રૂપિયા
વર્ષ 2021-22: 12,30,92,120 રૂપિયા
વર્ષ 2022-23: 4,12,95,770 રૂપિયા

સંપત્તિ સાથે લોનનો પણ કર્યો ખુલાસો
સોગંધનામા અનુસાર તેમની કમાણીમાં વર્ષ 2022-23 માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021-22 ના 12,30,92,120 રૂપિયાના મુકાબલે આ 2022-23 માં ઘટીને 4,12,95,770 રૂપિયા રહી હતી. કંગનાએ સોગંધનામામાં ચલ-અચલ સંપત્તિની સાથે લોનનો પણ ખુલાસો કર્યો છે. તેની પાસે 28,73,44,239 રૂપિયાની ચલ સંપત્તિ અને  62,92,87,000 રૂપિયા અચલ સંપત્તિ છે. 91 કરોડ રૂપિયાની સંપત્તિમાં કંગમ પાસે જ્વેલરી, કાર્સ અને પ્રોપર્ટી સામેલ છે. 

મુંબઇ અને મનાલીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ
કંગનાની ઉપર 17 કરોડની લોન છે. બોલીવુડ અભિનેત્રીએ જે સોગંધનામું દાખલ કર્યું છે તેના અનુસાર તેમની પાસે 28.7 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 62.9 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેમની પાસે દેશભરમાં સંપત્તિઓ છે. મુંબઇમાં ત્રણ ઘર છે, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. મનાલીમાં એક બંગલાની કિંમત 15 કરોડ રૂપિયા છે. તેમને એ પણ જાણકારી આપી છે કે તેમની પાસે ચંદીગઢમાં ચાર પ્રોપર્ટી છે. મુંબઇમાં એક કોમર્શિયલ પ્રોપર્ટી અને મનાલીમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. 

1.35 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ
કંગના પાસે 5 કરોડ રૂપિયાની 6.7 કિલો સોનાની જ્વેલરી અને 50 લાખ રૂપિયાની 60 કિલો ચાંદીની જ્વેલરી છે. હીરાની ઘરેણાની કિંમત 3 કરોડ રૂપિયા છે. તેમની પાસે ત્રણ લક્ઝરી કાર છે જેમાં રૂ. 98 લાખની BMW, રૂ. 58 લાખની મર્સિડીઝ બેન્ઝ અને રૂ. 3.91 કરોડની મર્સિડીઝ મેબેચનો સમાવેશ થાય છે. તેણે 53,000 રૂપિયાના સ્કૂટર વિશે પણ માહિતી આપી છે. કંગના પાસે હાલમાં 2 લાખ રૂપિયાની રોકડ સિવાય 1.35 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે.

ચંદીગઢના ડીએવી સ્કૂલમાંથી 12મું પાસ
કંગનએ પોતાની આવકના સોર્સમાં પ્રોફેશનલ ઇનકમ, બિઝનેસ ઇનકમ, રેંટલ ઇનકમ અને વ્યાજથી થનાર આવકની જાણકારી આપી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમની સર્વોચ્ચ લાયકાત વર્ષ 2003માં DAV મોડલ સ્કૂલ, સેક્ટર 15-A, ચંદીગઢમાંથી 10+2 (સીનિયર સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, 2003) પૂર્ણ કરી હોવાનું કહેવાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news