દેશમાં કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે તારીખો સાથે આપી આગાહી

Monsoon 2024: આ સમયે દેશમાં ઉનાળાને કારણે લોકો હીટવેવનો સામનો કરી રહ્યાં છે. મધ્ય ભારતમાં પ્રી-મોન્સૂનની ઝલક જોવા મળી રહી છે. તો દક્ષિણ અને પૂર્વી ભારત ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે. સારા સમાચાર છે કે પ્રચંડ ગરમીથી પરેશાન લોકોને ખુશીઓ આપવા ચોમાસું સમય પહેલા આવી રહ્યું છે. 

દેશમાં કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે તારીખો સાથે આપી આગાહી

નવી દિલ્હીઃ આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે 19થી 30 જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે?. કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે? જોઈશું આ અહેવાલમાં

આ વર્ષે ચોમાસું 1 દિવસ પહેલાં થશે શરૂ
આ વર્ષ ચોમાસામાં ધોધમાર વરસાદ વરસશે
આ વર્ષે દેશમાં 106 ટકા જેટલો વરસાદ પડશે

આ આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે હવામાન વિભાગે આગાહી કરી કે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળ પહોંચશે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂને ચોમાસું શરૂ થતું હોય છે પરંતુ આ વર્ષે લા નીના અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 31 મેના રોજ ચોમાસું શરૂ થઈ જશે.

દેશમાં કયા રાજ્યમાં ક્યારે ચોમાસું પહોંચશે તેની વાત કરીએ તો...
તમિલનાડુમાં 1થી 5 જૂન વચ્ચે...
આંધ્ર પ્રદેશમાં 4થી 11 જૂન વચ્ચે...
કર્ણાટકમાં 3થી 8 જૂન વચ્ચે...
બિહારમાં 13થી 18 જૂન વચ્ચે...
ઝારખંડમાં 13થી 17 જૂન વચ્ચે...
પશ્વિમ બંગાળમાં 7થી 13 જૂન વચ્ચે...
છત્તીસગઢમાં 13થી 17 જૂન વચ્ચે...
ગુજરાતમાં 19થી 30 જૂન વચ્ચે...
મધ્ય પ્રદેશમાં 16થી 21 જૂન વચ્ચે...
મહારાષ્ટ્રમાં 9થી 16 જૂન વચ્ચે...
ગોવામાં 4થી 5 જૂન વચ્ચે...
ઓડિશામાં 11થી 16 જૂન વચ્ચે...
ઉત્તર પ્રદેશમાં 18થી 25 જૂન વચ્ચે...
ઉત્તરાખંડમાં 20થી 28 જૂન વચ્ચે...
હિમાચલ પ્રદેશમાં 21થી 22 જૂન વચ્ચે...
લદાખ-જમ્મુમાં 22થી 29 જૂન વચ્ચે...
દિલ્લીમાં 26થી 27 જૂન વચ્ચે...
પંજાબમાં 26 જૂનથી 1 જુલાઈની વચ્ચે...
હરિયાણામાં 27 જૂનથી 1 જુલાઈની વચ્ચે...
ચંદીગઢમાં 27થી 28 જૂન વચ્ચે...
અને
રાજસ્થામાં સૌથી છેલ્લે 25 જૂનથી 6 જુલાઈની વચ્ચે ચોમાસું પહોંચશે...

હવામાન વિભાગે ડેટાના આધારે ખુલાસો કર્યો કે કેરળમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ છેલ્લા 150 વર્ષમાં તદ્દન અલગ રહી છે. કેમ કે છેલ્લા 4 વર્ષમાં ચોમાસું કેરળમાં મેના એન્ડ કે જૂન મહિનામાં શરૂ થયું હતું. જ્યારે આ વર્ષે 31 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચશે. 

જોકે દેશવાસીો માટે સારા સમાચાર એ છે કે  આ વર્ષે દેશમાં સારો વરસાદ પડશે. કેમ કે આ વખતે દેશ પર લા નીના નામના જળવાયુના પેટર્ન છે. જેના કારણે 106 ટકા જેટલો વરસાદ દેશમાં વરસશે. છેલ્લાં 3 વર્ષમાં એટલે કે 2020થી 2022 દરમિયાન લા નીના કારણે દેશમાં 109 ટકા, 99 ટકા અને 106 ટકા વરસાદ થયો હતો.

આ વર્ષે ચોમાસું વહેલું બેસવાની આગાહી
31 મેના રોજ કેરળ પહોંચશે ચોમાસું
19થી 30 જૂન સુધી ગુજરાતમાં પહોંચશે
લા નીનાને કારણે સારા વરસાદની આશા 
આ વર્ષે 106 ટકા જેટલો વરસાદ થવાનો અંદાજ

હાલમાં દેશના અનેક રાજ્યોમાં ચોમામું શરૂ થયા પહેલાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 2023માં સારો વરસાદ વરસવા છતાં અનેક રાજ્યોમાં ઉનાળો આવતાં આવતાં જળસંકટની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે આશા રાખીએ કે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે અને દેશના કોઈપણ ભાગમાં પાણીનું સંકટ ન સર્જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news