ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદ

Severe Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદ

Rain Alert In Gujarat : ગુજરાતમાં એકાએક ગરમી ગાયબ થઈ રહી છે. કારણ કે, ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ઠેર-ઠેર વરસાદ પડવાની આગાહી છે. લોકોને મે મહિનામાં થોડા દિવસ કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળવાની છે. કારણ કે, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આજથી ત્રણ દિવસ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદ આવશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે. 

11 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે

12મેના રોજ વરસાદનીઆગાહી
અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં રહેશે વરસાદ

13 મેના રોજ વરસાદની આગાહી
સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત રહેશે વરસાદ

અમદાવાદમાં ગરમીમાંથી રાહત 
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત થઈ છે. ગુજરાતમાં એક જ દિવસમાં તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો છે. સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન થયું છે. ગ્રીન સિટી ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. આજે રાજ્યમાં વરસાદની આગાહી છે. ઉત્તર તરફ સાગરમાં સાયક્લોનિક અસરના કારણે ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થઈ છે. રાજસ્થાનમાં પણ સક્રિય થયેલા સાયક્લોનિકની અસર ગુજરાતમાં વરસાદ લાવશે. આજે કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. આમ, આગામી સાત દિવસ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી છે. હળવા વરસાદના કારણે રાજ્યમાં ગરમીમા ક્રમશઃ ઘટાડો થયો છે. 

ક્યાં કેટલો ગરમીનો પારો 

  •  ડીસા 40.3
  •  ગાંધીનગર 41
  •  વલ્લભ વિદ્યાનગર 40.9
  •  વડોદરા 40.6 
  • સુરત 34.3 
  • વલસાડ 35.2 
  • દમણ 33.6 
  • ભુજ 37.59 
  • ભાવનગર 37.7 
  • દ્વારકા 34.6 
  • ઓખા 34.1 
  • પોરબંદર 34.4 
  • રાજકોટ 40.7 
  • વેરાવળ 33.8 
  • દીવ 32.2 
  • મહુવા 37.2 
  • કેશોદ 36

આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news