પાણીપુરીવાળા, પટાવાળા અને સેલ્સમેનની દીકરીઓ ઝળકી, ‘મારે ભણાવી ગણાવીને ડોક્ટર બનાવવી છે"

ધોરણ 10માં ભણાતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. કેમ કે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. સારા પરિણામ સાથે અનેક વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા, તો માતા-પિતાઓએ પણ હાશકારો અનુભવ્યો છે. સારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ મોટી ફીસ આપ્યા બાદ ટ્યુશન ક્લાસિસ પણ કરતા હોય છે.

પાણીપુરીવાળા, પટાવાળા અને સેલ્સમેનની દીકરીઓ ઝળકી, ‘મારે ભણાવી ગણાવીને ડોક્ટર બનાવવી છે"

ઝી બ્યુરો/અમદાવાદ: ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. સારા પરિણામ બાદ વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે. પરંતુ આ બધાની વચ્ચે એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેમણે સંઘર્ષમય જીવનની વચ્ચે પણ જ્વંલત પરિણામ મેળવ્યું છે અને મધ્યમ વર્ગિય માતા-પિતાનું નામ રોશન કર્યું છે. પરીક્ષામાં સંઘર્ષ વચ્ચે પણ ઉત્તમ પરિણામ મેળવનારા તારલાઓની, આ અહેવાલમાં કરીએ વાત.. 

ધોરણ 10માં ભણાતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. કેમ કે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. સારા પરિણામ સાથે અનેક વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા, તો માતા-પિતાઓએ પણ હાશકારો અનુભવ્યો છે. સારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ મોટી ફીસ આપ્યા બાદ ટ્યુશન ક્લાસિસ પણ કરતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી હોતી. કપરા સંઘર્ષની વચ્ચે પણ તેઓએ અથાગ મહેનત કરી અને માતાપિતાનું નામ રોશન કર્યુ છે. 

વડોદરાની આવી જ એક દીકરીની વાત કરીએ તો, ગરીબ પરિવારમાંથી આવતી પુનમ કુશવાહાએ ધોરણ 10માં 99.72 પર્સન્ટાઈલ મેળવ્યા છે. એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહેતી પૂનમના પિતા પાણીપુરી વેંચવાનું કામ કરે છે. ધોરણ 10 બોર્ડની તૈયારીની સાથે સાથે પૂનમ પોતાના પિતાને પણ તેમના વ્યસાયમાં મદદ કરતી હતી. ત્યારે ખરાબ આર્થિક પરિસ્થિતિની વચ્ચે પણ પૂનમ વડોદરાની નારાયણ સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે પાસ થઈ છે અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. 

  • વડોદરા પાણીપુરી વાળાની દીકરી
  • અમદાવાદ મૂક-બધિર માતાપિતાની દીકરી
  • અમદાવાદ પટ્ટાવાળાની દીકરી
  • અમદાવાદ સેલ્સમેનની દીકરી

અંબાજી ફરી ચળકાટ મારશે! વરસાદ-વાવાઝોડાના કારણે થઈ છે મોટી અસર, ભક્તે લીધી જવાબદારી

સંતાનોને ભણાવવાને પોતાની જવાબદારી સમજતાં પૂનમના માતાપિતાનું કહેવું છે કે પૂનમને ભણવામાં ધગસ હતી, એટલે અમે તેની બધી જ જરૂરિયાતો પુરી કરવા પ્રયાસ કર્યો, ત્યારે પૂનમે કરેલી અથાગ મહેનતના કારણે જ તેનું સારૂ પરિણામ આવ્યું છે. આવી જ એક વાત છે સંઘર્ષની સાથે સફળતા મેળવાનારી રિયા શાહની. અમદાવાદમાં રહેતા બોલી અને સાંભળી નહિ શકતા એવા પરિવારની દીકરી રિયા શાહે ધોરણ 10ની પરીક્ષામાં 93 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. માતા-પિતા બોલી કે સાંભળી ન શકતા હોવા છતાંય અભ્યાસ માટે અને પરિણામ માટે રિયાએ સંઘર્ષ કર્યો અને મહેનત કરી અને છેલ્લે તેને શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળતા મળી છે. 

‘મારી દીકરીને મારે ભણાવી ગણાવીને ડોક્ટર બનાવી છે" આ શબ્દો છે સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા સુનીતાબેન બારીયાના. જેમની દીકરી ધ્વનિ બારીયાએ ધોરણ 10માં 94 ટકા મેળવ્યા છે અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ધ્વનિનું કહેવું છે તે રોજ 8થી 10 કલાક વાંચન કરતી હતી. જે સ્કૂલમાં અભ્યાસ કરાવે તેનું રોજે રોજ રીવિઝન કરતી હતી જેનું પરિણામ મને મળ્યું છે.

તો અમદાવાદની આવી જ બીજી દીકરી છે યશ્વી રાઠોડ. યશ્વીના પિતા પ્લાસ્ટિક મટિરિયલની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી છે, છતાં પિતાએ પોતાની દીકરીને ભણાવી અને આજે યશ્વીએ અથાગ મહેનત કરીને ધોરણ 10 બોર્ડની પરિક્ષામાં 94 ટકા સાથે A ગ્રેડ મેળવ્યો છે. આ એ તમામ એવા તારલાઓ છે કે, જેમણે કપરી સ્થિતિમાં પણ અથાગ મહેનત કરી છે અને ઝળહળતું પરિણામ મેળવ્યું છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને ખોટા પગલા ભરે છે તેમના માટે આ વિદ્યાર્થીઓ ઉત્તમ ઉદાહરણ છે કે જેઓ ખરાબ પરિસ્થિતિમાં પણ મહેનત કરે છે અને સારા માર્ક્સે પાસ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news