હવે ચીકૂની ખેતી ગુજરાતના ખેડૂતોને બનાવશે લાખોપતિ, ટ્રેકટર નહી મર્સિડીઝ લઇને જશે ખેતરે

Sapota Farming Tips: ભારતમાં ખેડૂતોનું વલણ ચીકૂની ખેતી તરફ વધી ગયું છે. ચીકૂની ખેતીથી ખેડૂતો એકવારમાં લાખોનો નફો કમાઇ શકે છે. જાણો જાણીએ કઇ રીતે ચીકૂની ખેતી કરવામાં આવે છે. 

હવે ચીકૂની ખેતી ગુજરાતના ખેડૂતોને બનાવશે લાખોપતિ, ટ્રેકટર નહી મર્સિડીઝ લઇને જશે ખેતરે

Chikoo Farming Tips: ભારતમાં ખેડૂત હવે પારંપારિક ખેતી ઉપરાંત બિન પારંપારિક ખેતી તરફથી આકર્ષિત કરી રહ્યા છે. તેમાં હવે ઘણા ફલોની ખેતી પણ કરવામાં આવે છે. ખેડૂત તેની કરી સારો નફો કમાઇ શકે છે. તેમાં હવે ચીકૂની ખેતી ખૂબ કરવામાં આવે છે. ચીકૂનો છોડ એકવાર લગાવ્યા પછી વર્ષો સુધી ઉપજ મળે છે. ચીકૂની ખેતી દરેક જગ્યાએ ઉપજાઉ માટીમાં કરવામાં આવે છે. તેની ખેતી માટે 5.8 થી 8 પીએચવાળી માટીને યોગ્ય ગણવામાં આવે છે. 

ચીકૂની ખેતી માટે જળવાયું યોગ્ય રહે છે. ચીકૂ માટે ગરમીની સિઝન સૌથી બેસ્ટ છે. ઠંડા પ્રદેશોમાં તેની ખેતી કરી શકાતી નથી.  ચીકૂની ખેતી માટે તાપમાન ન્યૂનતમ 10 ડિગ્રી સેલ્સિયસ તો અધિકત્તમ તાપમાન 40 સેલ્સિયસ સુધી બરોબર રહે છે. ભારતમાં ચીકૂની ખેતીના મામલે મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરળ અને ગુજરાત જેવા રાજ્યોમાં કરવામાં આવે છે. 

કેવી રીતે કરશો ચીકૂની ખેતી?
ચીકૂની ખેતી કરવા માટે તમારે ખેતરમાં હાજર જૂના પાકોનો કચરો સંપૂર્ણપણે દૂર કરવો પડશે. ત્યારબાદ કલ્ટીવેટર વડે બે વાર સારી રીતે ખેડાણ કરવું પડશે. ત્યારબાદ જમીનને ઢીલી બનાવવા માટે રોટાવેટર વડે ખેડાણ કરવું પડે છે. આ પછી મેદાન સમતળ કરવામાં આવે છે. જેથી તે પાણીથી ભરાઈ ન શકે.

ચીકુની ખેતી માટે કયું વાતાવરણ યોગ્ય છે?
ચીકુને અનેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ ઊંડા કાંપવાળી, રેતાળ લોમ અને સારી ડ્રેનેજવાળી કાળી માટી ચીકુની ખેતી માટે યોગ્ય છે. માટીનું pH મૂલ્ય 5.5-7.5 હોવું વધુ સારું છે. ધ્યાન રાખો કે કેલ્શિયમની વધુ માત્રા ધરાવતી જમીનમાં તેને ઉગાડશો નહીં

ચીકૂના છોડને લગાવવા માટે પહેલાં ખેતરમાં ખાડા બનાવવાના હોય છે. જમીનમાં બે ફૂટ ઉંડો અને 1 મીટર પહોળો ખાડો તૈયાર કરવાના હોય છે. એક લાઇન બીજી લાઇન કરતાં 5 મીટર દૂર રાખવાની હોય છે. 

તેના છોડને વધુ પાણીની જરૂર હોતી નથી. ગરમીમાં તેને અઠવાડિયામાં એકવાર પાણી આપવાનું હોય છે. તો બીજી તરફ શિયાળામાં બે અઠવાડિયે એકવાર પાણી આપવું પડે છે. ફૂલ ખિલ્યા બાદ 6-7 મહિનામાં ચીકૂ પાકવા લાગે છે. જ્યારે આ ભૂરા રંગના થઇ જાય. ત્યારે તેને તોડી શકાય છે. 

એકવારમં 7-8 લાખનો નફો
ચીકૂનું એક ઝાડ એક વર્ષમાં 130 કિલો ફળ આપે છે. એક એકરમાં 300થી વધુ ઝાડ લગાવી શકાય છે. એટલે કે એક એકરમાંથી લગભગ 20 ટન ઉપજ થઇ શકે છે. ચીકૂની કિંમત બજારમાં 40 થી 50 રૂપિયા કિલોગ્રામ હોય છે. એટલે કે એકવારની ઉપજથી ખેડૂત 7-8 લાખ સુધી નફો કમાઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news